મેજિસ્ટ્રેટે કરવાની મૃત્યુના કારણની તપાસ
(૧) કલમ ૧૭૪ની પેટા કલમ (૩)ના ખંડ (૧) અથવા ખંડ (૨)માં ઉલ્લેખેલા પ્રકારનો કેસ હોય ત્યારે મૃત્યુ પામે તો મૃત્યુ વિષયક તપાસ કરવાની સતા ધરાવતા નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટ પોલીસ અધિકારીએ કરેલી તપાસને બદલે અથવા તે ઉપરાંત મૃત્યુના કારણની તપાસ કરવી જોઇશે અને કલમ ૧૭૪ની પેટા કલમ (૧)માં જણાવેલા કોઇ કેસમાં તેવી સતા ધરાવતા મેજિસ્ટ્રેટ એવી તપાસ કરી શકશે અને તેમ કરે તો તેને કોઇ ગુનાની તપાસ કરવામાં જે સતા હોય તે તમામ સતા આ તપાસમાં તેને રહેશે (૧-ક) જયાં
(ક) કોઇ વ્યકિત ગુજરી જાય અથવા અદશ્ય થઇ જાય અથવા
(ખ) કોઇ સ્ત્રી પર બળાત્કાર કયૅાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય
જયારે આવી વ્યકિત કે સ્ત્રી પોલીસના કબજામાં હોય અથવા મેજિસ્ટ્રેટ અથવા અદાલત દ્રારા અધિકૃત કરવામાં આવેલ બીજી કોઇ કસ્ટડીમાં આ અધિનિયમ હેઠળ પોલીસ દ્રારા કરવામાં આવેલ તપાસ કે પુછપરછના વધારામાં હોય ત્યારે કિસ્સા પ્રમાણે જે સ્થાનિક હકુમતમાં ગુનાઓ બન્યા હોય તે તપાસ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ દ્રારા તપાસ કરવામાં આવશે
(૨) એવી તપાસ કરનાર મેજિસ્ટ્રેટ કેસના સંજોગો અનુસાર આ અધીનિયમમાં હવે પછી ઠરાવેલી કોઇ પણ રીતે તે તપાસ સબંધમાં પોતે લીધેલા પુરાવાની લેખિત નોંધ કરશે
(૩) જેની લાશ દાટી દેવામાં આવી હોય તે વ્યકિતના મૃત્યુના કારણ શોધી કાઢવા માટે તેની લાશની તપાસ કરવાનુ જયારે પણ ઇષ્ટ જણાય ત્યારે મેજિસ્ટ્રેટ શબને બહાર કઢાવી તેને તપાસ કરાવી શકશે (૪) આ કલમ હેઠળ તપાસ હાથ ધરવાની હોય ત્યારે મેજિસ્ટ્રેટે શકય હોય ત્યારે જેના નામ અને સરનામા જાણીતા હોય તેવા મરહુમના સગાને જાણ કરવી જોઇશે અને તેમને તપાસ દરમ્યાન હાજર રહેવાની છુટ આપવી જોઇશે
(૫) જે તે કેસ પ્રમાણે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અથવા એકિઝકયુટીવ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી આવી તપાસ અથવા તો ઇન્કાવાયરી ચલાવતા હોય ત્યારે તેઓ પેટા કલમ (૧)(ક) મુજબ ૨૪ કલાકમાં મરણ પામનારને મૃતદેહ પરીક્ષણ કરાવવાના હેતુસર નજીકના સિવિલ સજૅન અથવા તો અન્ય લાયકાત ધરાવતા દાકતરી વ્યકિતને કે જેની નિમણુક રાજય સરકાર તરફથી થયેલ હોય અામ છતા કેસના સંજોગો જોતા તેવી અટકાયતના કારણો રેકડૅ પર નોંધવા જોઇશે
સ્પષ્ટીકરણઃ- આ કલમમાં સગુ એટલે મા બાપ સંતાનો ભાઇઓ બહેનો અને લગ્નસાથી