તપાસ કે ઇન્સાફી કાયૅવાહીનુ સ્થળ - કલમ:૧૭૮

તપાસ કે ઇન્સાફી કાયૅવાહીનુ સ્થળ

(ક) જયારે જુદા જુદા સ્થાનિક વિસ્તારો પૈકી કયા વિસતારમાં ગુનો થયો છે તે અનિશ્ચિત હોય ત્યારે અથવા

(ખ) ગુનો અંશતઃ એક સ્થાનિક વિસ્તારમાં અને અંશતઃ બીજા સ્થાનિક વિસ્તારમાં કરવામાં આવે ત્યોર અથવા

(ગ) ગુનો ચાલુ રહે તેવો હોય અને એક કરતા વધુ સ્થાનિક વિસતારોમાં કરવાનુ ચાલુ રહે ત્યારે અથવા

(ઘ) જુદા જુદા સ્થાનિક વિસ્તારોમાં કરેલા એકથી વધુ કૃત્યો મળીને ગુનો બનતો હોય ત્યારે એવા સ્થાનિક વિસ્તારો પૈકીના ગમે તે એક વિસતાર ઉપર હકુમત ધરાવતી કે કોટૅ તે સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે