બીજા ગુના સાથેના સબંધને કારણે કોઇ કૃત્ય બને ત્યારે ઇન્સાફી કાયૅવાહીનુ સ્થળ
જયારે કોઇ કૃત્ય બીજા ગુનાહિત કૃત્ય સાથે સંકળાયેલુ અથવા કૃત્ય કરનાર ગુના માટે જવાબદાર ઠરી શકે એવુ હોય તેમ હોત તો ગુનો બને એવા બીજા કૃત્ય સાથે સંકળાયેલુ હોવાના કારણે ગુનો બનતુ હોય ત્યારે પ્રથમ જણાવેલ ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહીની જેની સ્થાનિક હકુમતમાં આ બેમાંથી ગમે તે કૃત્ય થયુ તે કોટૅ કરી શકશે