
કેટલાક ચોકકસ ગુનાઓની બાબતમાં ઇન્સાફી કાયૅવાહીનુ સ્થળ
(૧) ઠગ હોવાના ઠગ હોઇ ખુન કરવાના ધાડ પાડવાના ખુન સાથે ધાડ પાડવાના ધાડપાડુઓની ટોળીમાં સામેલ હોવાના અથવા કસ્ટડીમાંથી નાસી જવાના ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે કોટૅની સ્થાનિક હકુમતમાં ગુનો થયો હોય અથવા આરોપી મળી આવે તે કોટૅ કરી શકાશે (૨) કોઇ વ્યકિતના અપહરણ કે અપનયનના ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે કોટૅની સ્થાનિક હુકમતમાં તે વ્યકિતનુ અપહરણ કે અપનયન થયુ હોય અથવા તેને લઇ જવામાં આવેલ હોય છુપાવી રાખેલ હોય કે રોકી રાખેલ હોય તે કોટૅ કરી શકશે
(૩) ચોરીના જે બળજબરીથી કઢાવી લેવાના અથવા લુટના કોઇ પણ ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જેની સ્થાનિક હકુમતમાં ગુનો બન્યો હોય તે કોટૅ અથવા ચોરીનો માલ તે સબંધી ગુનો કરનાર વ્યકિતના કબજામાં અથવા ચોરીનો માલ હોવાનુ જાણવા કે માનવાને કારણ હોવા છતા એવી મિલકત સ્વીકારનાર કે રાખનાર વ્યકિતએ કબજામાં રખોલ હોય તે કોટૅ કરી શકશે
(૪) ગુનાહિત દુવિનિયોગના અથવા ગુનાહિત વિશ્ર્વાસઘાતના ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે કોટૅની સ્થાનિક હુકમતમાં ગુનો થયો હોય અથવા જે માલ અંગે ગુનો થયો હોય તેનો કોઇ ભાગ આરોપીએ મેળવ્યો કે રાખ્યો હોય અથવા આરોપીની તે પાછો સોપવાની કે હિસાબ આપવાની ફરજ હોય તે કોટૅ કરી શકશે
(૫) જે ગુનામાં ચોરીનો માલ કબજામાં રાખવાનો સમાવેશ થતો હોય તે ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે કોટૅની સ્થાનિક હકુમતમાં ગુનો થયો હોય અથવા ચોરીનો માલ હોવાનુ જાણવા કે માનવાને કારણ હોવા છતા તે સ્વીકારનાર કે રાખનાર વ્યકિતએ કબજામાં રાખેલ હોય તે કોટૅ કરી શકશે
Copyright©2023 - HelpLaw