પત્રો વગેરે દ્રારા કરેલા ગુના
(૧) કોઇ ઠગાઇવાળા ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જો તે છેતર પિંડી પત્ર કે યાંત્રિક સંદેશાથી કરવામાં આવેલ હોય તો જે કોટૅની સ્થાનિક હકુમતમાં તે પત્ર કે સંદોશો મોકલાયેલ હોય કે મળેલ હોય તે કોટૅ કરી શકશે અને ઠગાઇ અને બદદાનતથી મિલકત આપી દેવા લલચાવવાના કોઇ ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે કોટૅની સ્થાનિક હકુમતમાં છેતરનાર વ્યકિતએ મિલકત આપેલ હોય અથવા આરોપીએ મેળવેલ હોય તે કોટૅ કરી શકશે
(૨) ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૪૯૪ કે ૪૯૫ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુના ૫ સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે કોટૅની સ્થાનિક હકુમતમાં ગુનો બન્યો હોય અથવા ગુનેગારના પહેલા લગ્ન વખતના લગ્નસાથી સાથે તે છેલ્લે રહેલો હોય અથવા પ્રથમ લગન કરેલી પત્નીએ ગુનો કમૅ પછી કાયમી રહેઠાણ લીધુ હોય તે કોટૅ કરી શકશે
Copyright©2023 - HelpLaw