જેની એક સાથે ઇન્સાફી કાયૅવાહી થઇ શકે તે ગુના સબંધી ઇન્સાફી કાયૅવાહીનુ સ્થળ
નીચે જણાવેલ સંજોગોમાં જયારે કોઇ ગુના સબંધી આરોપીઓના તહોમત અંગેની ઇન્સાફી કાયૅવાહી એક સાથે થઇ શકે તેમ હોય ત્યારે તે ગુના પૈકીના ગુના સબંધમાં જેને હકુમત હોય તે કોટૅ તે સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે (ક) કોઇ વ્યકિતએ કરેલા ગુના એવા હોય કે કલમ ૨૧૯ કે કલમ ૨૨૦ કે કલમ ૨૨૧ની જોગવાઇઓની રૂએ એવા દરેક ગુના અંગે એક જ ઇન્સાફી કાયૅવાહીમાં તેના ઉપર તહોમત મુકી શકાય તેમ હોય અને તેવી કાયૅવાહી કરી શકાય તેમ હોય અથવા (ખ) અલગ અલગ વ્યકિતઓએ કરેલા ગુનો કે ગુના એવા હોય કે કલમ ૨૨૩ની જોગવાઇઓની રૂએ તેમના ઉપર એક સાથે તહોમત મુકી શકાય અને ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તેમ હોય