જુદા જુદા સેશન્સ વિભાગોમાં કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવાનો હુકમ કરવાની સતા
આ પ્રકરણની ઉપરની જોગવાઇઓમાં ગમે તે મજુકર હોય તે છતા રાજય સરકાર કોઇ જિલ્લામાં ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ થયેલા કોઇ કેસો કે વગૅના કેસોની ઇન્સાફી કાયૅવાહી કોઇ સેશન્સ વિભાગમાં કરવાનો આદેશ આપી શકશે
પરંતુ સંવિધાન હેઠળ કે આ અધિનિયમ હેઠળ કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળ હાઇકોટૅ કે સુપ્રીમ કોટૅ અગાઉ આપેલા કોઇ પણ આદેશથી તેવો આદેશ વિરૂધ્ધ હોઇ શકશે નહીં
Copyright©2023 - HelpLaw