સ્થાનિક હકુમતની બહાર કરેલા ગુના માટે સમન્સ કે વોરંટ કાઢવાની સતા - કલમ :૧૮૭

સ્થાનિક હકુમતની બહાર કરેલા ગુના માટે સમન્સ કે વોરંટ કાઢવાની સતા

(૧) પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટને માનવાને કારણ હોય કે પોતાની સ્થાનિક હકુમતની હદમાં છે તે વ્યકિતએ એવી હદની બહાર એવો ગુનો કર્યો છે કે જેની તપાસના (ભારતની અંદરના કે બહારના) સ્થળે ઇન્સાફી કાર્યવાહી કલમ ૧૭૭ થી ૧૮૫ (બંને સહિત)ની જોગવાઇઓ હેઠળ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કાયદા હેઠળ પોતાની સ્થાનિક હકુમતમાં થઇ શકે તેમ નથી પરંતુ તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા હેઠળ ભારતમાં તેની ઇન્સાફી કાર્યવાહી થઇ શકે તેમ છે ત્યારે તે ગુનો એવી સ્થાનિક હકુમતમાં થયો હોય એમ ગણીને મેજિસ્ટ્રેટ તેની તપાસ કરી શકશે અને આ અધિનિયમમાં અગાઉ ઠરાવેલી રીતે તે વ્યકિતને પોતાની સમક્ષ હાજર થવાની ફરજ પાડી શકશે અને તે ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવાની હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ તેને મોકલી શકશે અથવા એવો ગુનો મોતની કે જન્મટીપની શિક્ષાને પાત્ર ન હોય તો અને આ કલમ હેઠળ કામ કરતા મેજિસ્ટ્રેટને સંતોષ થાય તેવા મુચરકા આપવા તે તૈયાર હોય તો એવી હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટની સમક્ષ તેની હાજરી માટે જામીની

સહિતનો કે જામીન વિનાનો મુચરકો લઇ શકે (૨) એવી હકુમત ધરાવતા એકથી વધુ મેજિસ્ટ્રેટો હોય અને તે વ્યકિતનો કયાં મેસટ્રેટ પાસે મોકલવાનુ અથવા કયા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા તેનો મુચરકો લેવાનુ યોગ્ય છે તે આ કલમ હેઠળ પગલા લેતા મેજિસ્ટ્રેટ નકકી ન કરી શકે તો આદેશ મેળવવા માટે કેસ હાઇકોટને મોકલવો જોઇશે