મેજિસ્ટ્રેટોએ ગુના અંગે વિચારણા કરવા બાબત - કલમ:૧૯૦

મેજિસ્ટ્રેટોએ ગુના અંગે વિચારણા કરવા બાબત
(૧) આ પ્રકરણની જોગવાઇઓને આધીન રહીને પહેલા વગૅના કોઇ પણ મેજિસ્ટ્રેટ અને પેટા કલમ (૨) હેઠળ આ અથૅ જેને ખાસ અધિકાર અપાયેલ હોય તે બીજા વગૅના કોઇ મેજિસ્ટ્રેટ નીચેનાને આધારે કોઇ ગુનાની વિચારણા કરી શકશે
(ક) જેનાથી તે ગુનો બનતો હોય તેવી હકીકતોની ફરિયાદ મળ્યેથી
(ખ) એવી હકીકતોના પોલીસ રિપોટૅ ઉપરથી (ગ) એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાય ની કોઇ વ્યકિત પાસેથી મળેલી માહિતી ઉપરથી અથવા પોતાની જાણ ઉપરથી
(૨) પેટા કલમ (૧) હેઠળ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહીની સતા હેઠળના ગુનાઓની વિચારણા કરવાની સતા કોઇ બીજા વગૅના મેજિસ્ટ્રેટને સોંપી શકશે