
આરોપીની અરજી ઉપરથી કેસ અન્યત્ર મોકલવા બાબત
જયારે કલમ ૧૯૦ની પેટ કલમ (૧)ના ખંડ(ગ) હેઠળ કોઇ મેજિસ્ટ્રેટ ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરે ત્યારે કંઇ પુરાવો લેવામાં આવે તે પહેલા આરોપીને જણાવવુ જોઇશે કે કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી બીજા મેજિસ્ટ્રેટ પાસે કરાવવાનો તેને હક છે અને આરોપી અથવા એકથી વધુ આરોપીઓ હોય તો તેમાનો કોઇ તે મેજિસ્ટ્રેટ પાસે ઇન્સાફી કાયૅવાહી આગળ ચાલવા સામે વાંધો લે તો તે કેસ આ અથૅ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ નિર્દિષ્ટ કરે તેવા બીજા મેજિસ્ટ્રેટને સોંપવો જોઇશે
Copyright©2023 - HelpLaw