રાજય સેવકોના કાયદેસરના અધિકારના તિરસ્કાર જાહેર ન્યાય વિરૂધ્ધના ગુના અને પુરાવામાં આપેલા દસ્તાવેજો સબંધી ગુના માટે ફોજદારી કામ ચલાવવા બાબત - કલમ:૧૯૫

રાજય સેવકોના કાયદેસરના અધિકારના તિરસ્કાર જાહેર ન્યાય વિરૂધ્ધના ગુના અને પુરાવામાં આપેલા દસ્તાવેજો સબંધી ગુના માટે ફોજદારી કામ ચલાવવા બાબત

(૧) કોઇ પણ કોર્ટ

(ક) સબંધિત રાજય સેવકની અથવા (આ સબંધમાં અદાલત લેખિત રીતે અધિકૃત કરે એવા એ અદાલતના અધિકારીથી અથવા ) તે વહીવટી હેતુઓ માટે જેની સતા નીચે હોય તે બીજા કોઇ રાજય સેવકની લેખિત ફરિયાદ સિવાય

(૧) ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૧૭૨થી ૧૮૮ (બંને સહિત) હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનાની અથવા

(૨) એવા ગુનાના કોઇ દુષ્પ્રરણની અથવા તે કરવાની કોશિશની અથવા (૩) એવો ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરાની (ખ) (૧) ભારતના ફોજદારી અધિનિયમની નીચેની કલમો એટલે કે કલમો ૧૯૩થી ૧૯૬ (બંને સહિત

૧૯૯ ૨૦૦ ૨૦૫ થી ૨૧૧ (બંને સહિત) અને ૨૮૮ પૈકી કોઇ કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કોઇ કોટૅની કાયૅવાહીમાં અથવા સબંધમાં થયાનુ કહેવાતુ હોય ત્યારે એવા ગુનાની અથવા)

(૨) સદરહુ અધિનિયમની કલમ ૪૬૩માં વર્ણવેલો અથવા કલમ ૪૭૧ કલમ ૪૭૫ કે કલમ ૪૭૬ હેઠળ

શિક્ષાપાત્ર ગુનો જયારે કોઇ કોટૅની કાયૅવાહીમાં પુરાવામાં રજુ કરેલા કે આપેલા દસ્તાવેજના સબંધમાં કાનુ કહેવાતુ હોય ત્યારે તેવા ગુનાની અથવા (૩) પેટા ખંડ (૧) કે પેટા ખંડ (૨)માં નિર્દિષ્ટ કરેલ કોઇ ગુનો કરવા મટેના ગુનાહિત કાવતરાની અથવા

ગુનાની કોશિશ કે દુપ્રેરણની તે કોટૅની અથવા તે કોટૅ જે બીજી કોટૅની સતા નીચે હોય તે કોટૅની લેખિત ફરિયાદ સિવાય વિચારણા કરી શકશે નહિ (૨) પેટા કલમ (૧)નો ખંડ (ક) હેઠળ રાજય સેવકે ફરિયાદ કીર હોય ત્યારે તે વહીવટી હેતુઓ માટે જેની નીચે હોય તે સતાધિકારી ફરિયાદ પાછી ખેંચવાનો હુકમ કરી શકશે અને તેવા હુકમની એક નકલ કોર્ટને મોકલી

શકશે અને કોર્ટને તે મળ્યા બાદ તે ફરિયાદ અંગે વધુ કાયૅવાહી હાથ ધરી શકાશે નહિ

પરંતુ પ્રથમ કાયૅવાહી શરૂ કરનાર કોર્ટે તેની ઇન્સાફી કાયૅવાહી પુરી કરી હોય તો એવી ફરિયાદ પાછી ખેચવાનો હુકમ કરી શકાશે નહિ (૩) પેટા કલમ (૧)ના ખંડ (ખ)માં કોટૅ એટલે દીવાની મહેસુલી કે ફોજદારી કોટૅ અને તેમા કેન્દ્રના પ્રાંતના કે રાજયના અધિનિયમની કે તેની હેઠળ રચાયેલ ટ્રિબ્યુનલને તે અધિનિયમથી કે આ કલમના હેતુઓ માટે કોટૅ તરીકે જાહેર કરેલ હોય તો તેનો સમાવેશ થાય છે

(૪) પેટા કલમ (૧)ના ખંડ (ખ) ના હેતુઓ માટે કોઇ કોર્ટે તેના અપીલપાત્ર હુકમનામા કે સજા ઉપર સામાન્ય રીતે જે કોર્ટમાં અપીલ કરી શકાય તે કોર્ટની સતા નીચે હોવાનુ ગણાશે અને જેના હુકમનામા ઉપર સામાન્ય રીતે અપીલ ન થઇ શકતી હોય તેવી દીવાની કોર્ટે સાધારણ અવલ દાવાની હકુમત ધરાવતી જે મુખ્ય કોટૅની

સ્થાનિક હુકમતમાં તે દીવાની કોર્ટે આવેલી હોય તે કોર્ટની સતા નીચે હોવાનુ ગણાશે પરંતુ (ક) અપીલ એક કરતા વધુ કોટૅમાં થઇ શક્તિ હોય તો સદરહુ કોટૅ સૌથી ઊતરતી હકુમતવાળી અપીલ

કોર્ટની સતા નીચે હોવાનુ ગણાશે (ખ) અપીલ કોઇ દીવાની તેમજ મહેસુલી કોટૅમાં પણ કરી શકાતી હોય તો સદરહુ કોટૅ જેના સબંધમાં ગુનો કયૅ નુ કહેવાનુ હોય તે કેસ કે કાયૅવાહીના પ્રકાર અનુસાર તે દીવાની કે મહેસુલી કોટૅની સતા નીચે હોવાનુ ગણાશે