
રાજય વિરૂધ્ધના ગુના માટે અને એવો ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરા માટે ફોજદારી કામ ચલાવવા બાબત
(૧) કોઇ પણ કોર્ટે કેન્દ્ર સરકાર કે રાજય સરકારની પુર્વ મંજૂરી સિવાય નીચેના માટે
વિચારણા કરી શકશે નહીં (ક) ભારતના ફોજદારી અધિનિયમ ના પ્રકરણ ૬ હેઠળ અથવા કલમ ૧૫૩-ક (કલમ ૨૫-ક કે કલમ ૫૦૫ ની પેટા કલમ (૧) હેઠળ શિક્ષાપાત્ર ગુના અથવા (ખ) એવો ગુનો કરવા માટેનુ ગુનાહિત કાવતરૂ અથવા
(ગ) ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૧૦૮-ક માં વર્ણવ્યા પ્રમાણેનુ દુપ્રેરણ
(૧-ક) કોઇ પણ કોટૅથી કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારની અથવા જિલ્લા
મેજિસ્ટ્રેટની પુર્વે મંજૂરી સિવાય
(ક) ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૧૫૩-ખ અથવા કલમ ૫૦૫ની પેટા
કલમ (૨) અથવા પેટા કલમ (૩) હેઠળ શિક્ષાપાત્ર કોઇ પણ ગુનાની અથવા (ખ) એવો ગુનો કરવા માટેનો ગુનાહિત કાવતરાની વિચારણા કરી શકાશે નહિ ૧૨૦-ખ હેઠળ શિક્ષાપાત્ર કોઇ પણ ગુનાહિત કાવતરાના ગુનાની વિચારણા રાજય સરકારે કે જિલ્લા મેજિસ્ટ્રેટે કાર્યવાહી શરૂ કરવાની લેખિત સંમતિ આપી હોય તે સિવાય કોઇ કોર્ટ કરી શકશે નહીં.
(૨) મોતની જન્મટીપની અથવા બે વર્ષ કે તેથી વધુ મુદતની સખત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરા સિવાયના ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ
પરંતુ તે ગુનાહિત કાવતરાને કલમ ૧૯૫ની જોગવાઇઓ લાગુ પડતી હોય તો એવી સંમતિની જરૂર રહેશે નહીં
(૩) કેન્દ્ર સરકાર કે રાજય સરકાર પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૧-ક) હેઠળ મંજૂરી આપતા પહેલા અને રાજય સરકાર કે જિલ્લા મેજિસ્ટ્રેટ પેટા કલમ (૧-ક) હેઠળ સંમતિ આપતા પહેલા ઇન્સ્પેકટરથી ઊતરતા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારીએ પ્રાથમિક તપાસ કરવી એવો હુકમ કરી શકશે અને તે પ્રમાણે હુકમ થાય તો તેવા પોલીસ અધિકારીને કલમ ૧૫૫ની પેટા કલમ (૩)માં ઉલ્લેખાયેલ સતા રહેશે
Copyright©2023 - HelpLaw