
ન્યાયાધીશો અને રાજય સેવકો સામે ફોજદારી કામ ચલાવવા બાબત
(૧) હાલના કે માજી ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ અથવા સરકારથી જ કે તેની મંજુરીથી જ હોદા ઉપરથી દૂર કરી શકાય એવા કોઇ રાજય સેવક ઉપર પોતાના હોદાની ફરજ બજાવતી વખતે અથવા બજાવતા હોવાનુ અભિપ્રેત હોય તે વખતે તેણે કર્યો નુ કહેવાનુ હોય તેવા કોઇ ગુનાનો આરોપ મુકાય ત્યારે નીચે જણાવ્યા પ્રમાણેની પુવૅમંજુરી વિના કોઇ કોટૅ ગુનાની વિચારણા કરી શકશે નહીં
(ક) સંઘના કામકાજ અંગે યથાપ્રસંગ નોકરીમાં હોય અથવા કહેવાતો ગુનો થયાના સમયે નોકરીમાં હોય તે વ્યકિતની બાબતમાં કેન્દ્ર સરકારની પુવૅ મંજૂરી (ખ) રાજયના કામકાજના અંગે યથાપ્રસંગ નોકરીમાં હોય અવા કહેવાતો ગુનો થતી વખતે નોકરીમાં હોય તે વ્યકિતની બાબતમાં રાજય સરકારની પુવૅ મંજૂરી પરંતુ બંધારણ આટીકલ ૩૫૦ના ખંડ(૧) હેઠળ કઢેલ ઉદઘોષણ રાજયમાં અમલમાં હોય તે મુદત
દરમ્યાન ખંડ (બી)માં ઉલ્લેખેલી વ્યકિતએ કહેવાનો ગુનો કર્યો હોય ત્યારે ખંડ (ખ) જાણે કે તેમા આવતા
રાજય સરકાર એ શબ્દપ્રયોગને બદલે કેન્દ્રીય સરકાર એ શબ્દપ્રયોગ મુકયો હોય તેમ લાગુ પડશે
સ્પષ્ટીકરણ:- શંકાના નિવારણાર્થે આથી એમ જાહેર કરવામાં આવે છે કે જાહેર નોકરે ઇન્ડિયન પેનલ
કોડની કલમ-૧૬૬-એ કલમ-૧૬૬-બી કલમ-૩૫૪ કલમ-૩૫૪-એ કલમ ૩૫૪-બી કલમ-૩૫૪-સી
કલમ-૩૫૪-ડી કલમ-૩૭૦ કલમ-૩૭૫ કલમ-૩૭૬ કલમ-૩૭૬એ કલમ-૩૭૬-સી કલમ-૩૭૬-ડી અથવા
કલમ-૫૦૯ હેઠળ કરેલ કોઇ પણ અપરાધો માટે કોઇ પણ મંજૂરી મેળવવાની નથી
(૨) સંઘના સશસ્ત્ર દળના કોઇ પણ સભ્યે પોતાના હોદાની ફરજ બજાવતી વખત અથવા
બજાવવાનુ અભિપ્રેત હોય તે વખતે કયૅ નુ કહેવાતુ હોય તેવા કોઇ ગુનાની કેન્દ્ર સરકારની પુવૅ મંજૂરી વિના કોઇ કોર્ટે વિચારણા કરી શકશે નહિ (૩) રાજય સરકાર જાહેરનામાંથી એવો આદેશ આપી શકશે કે તેમા નિર્દિષ્ટ કરવામાં આળે તે વગૅ કે પ્રકારના દળનો જાહેર વ્યવસ્થા જાળવવા માટે સભ્યોને તેઓ ગમે ત્યાં નોકરી કરતા હોય તે છતા પેટા કલમ (૨)ની જોગવાઇઓ લાગુ પડશે અને તેવો આદેશ અપાય એટલે તે પેટા કલમની જોગવાઇઓ તેમા આવતા કેન્દ્ર
સરકાર એ શબ્દનો બદલે રાજય સરકાર એ શબ્દો મુકયા હોય તેમ લાગુ પડશે (૩-ક) પેટા કલમ (૩)માં ગમે તે મજકૂર હોય તે છતા કોર્ટે કેન્દ્ર સરકારની પુવૅ મંજૂરી સિવાય રાજયમાં બંધારણના આર્ટીકલ ૩૫૬ના ખંડ (૧) હેઠળ બહાર પાડેલ ઉદઘોષણા અમલમાં હોય તે મુદત દરમ્યાન પોતાની ફરજ બજાવતી વખતે કાર્ય કરતી વખતે અથવા કાયૅ કર્યાનુ અભિપ્રેત હોય તે વખતે જાહેર વ્યવસ્થા જાળવવાનો હવાલો ધરાવતા દળના કોઇપણ સભ્યે કર્યું હોવાનુ કહેવાના કોઇપણ ગુનાનુ કોગ્નીઝન્સ લઇ શકશે નહિ
(૩-ખ) આ કોડમાં અથવા બીજા કોઇપણ કાયદામાં વિરૂધ્ધનો ગમે તે મજકૂર હોય તે છતા આથી એવુ
જાહેર કરવામાં આવે છે કે રાજય સરકારે મેળવેલી કોઇપણ સંમતિ અથવા રાજય સરકારે મેળવેલી આવી મંજૂરી મળ્યે કોર્ટે લીધેલ કોઇપણ કોગ્નીઝન્સ અથવા સન ૧૯૯૧ના ઓગસ્ટ મહિનાની ૨૦મી તારીખે શરૂ થતી અને જે તારીખે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ (સુધારા) અધિનિયમ ૧૯૯૧ને રાજયમાં બંધારણના આટીકલ ૩૫૬ના ખંડ (૧) હેઠળ બહાર પાડેલ ઉદઘોષણા અમલમાં હોય તે મુદત દરમ્યાન કર્યો હોવાનુ કહેવાતા ગુનાના સબંધમાં રાષ્ટ્રપતિની અનુમતિ મળી હોય તે તારીખની તરત અગાઉની તારીખે પુરી થતી મુદત દરમ્યાન આવી મંજૂરી મળ્યે કોટૅ લીધેલ કોગ્નીઝન્સ ગેરકાયદેસર ગણાશે અને આવી બાબતમાં મંજૂરી મેળવવા માટે કેન્દ્ર સરકાર અને તેના ઉપર કોગ્નીઝન્સ લેવા માટે કોટૅ સક્ષમ ગણાશે (૪) એવા ન્યાયાધીશ મેજિસ્ટ્રેટ કે રાજય સેવક સામે કયાં ગુના કે ગુનાઓનુ ફોજદારી કામ કોણે અને કઇ રીતે ચલાવવુ તેનો યથાપ્રસંગ કેન્દ્ર સરકાર કે રાજય સરકાર નિર્ણય કરી શકશે અને કઇ કોર્ટ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી કરવી તે નિદિષ્ટ કરી શકશે
Copyright©2023 - HelpLaw