લગ્ન વિરૂધ્ધના ગુનાઓ માટે ફોજદારી કામ ચલાવવા બાબત - કલમ:૧૯૮

લગ્ન વિરૂધ્ધના ગુનાઓ માટે ફોજદારી કામ ચલાવવા બાબત

(૧) ગુનાનો ભોગ બનેલ ચોકકસ વ્યકિતએ કરેલી ફરિયાદ ઉપરથી હોય તે સિવાય ભારતના ફોજદારી અધિનિયમ ના પ્રકરણ ૨૦ હેઠળ શિક્ષા પાત્ર ગુનાની કોઇ કોટૅ વિચારણા શરૂ કરી શકશે નહીં પરંતુ

(ક) તે વ્યકિતની વય ૧૮ વર્ષથી ઓછી હોય અથવા તે મંદબુધ્ધિવાળો કે પાગલ હોય અથવા માંદગી કે અશકિતને કારણે ફરિયાદ કરી શકે તેમ ન હોય અથવા તે એવી સ્ત્રી હોય કે જેને સ્થાનિક રીતરિવાજ અનુસાર જાહેરમાં હાજર થવા માટે ફરજ પાડવી ન જોઇએ તો કોર્ટની પરવાનગીથી અન્ય કોઇ વ્યકિત તેના વતી ફરિયાદ કરી શકશે (ખ) તે વ્યકિત પતિ હોય અને તે સંઘના સશસ્ત્ર દળમાં એવી પરિસ્થિતિમાં નોકરી કરી રહેલ હોય કે જાતે

હાજર રહી ફરિયાદ કરી શકે તે માટે તેને રજા મળે તેમ ન હોવાનુ તેના કમાન્ડીંગ ઓફિસરે પ્રમાણિક કર્યું હોય

તો પેટા કલમ (૪)ની જોગવાઇઓ અનુસાર પતિએ અધિકાર આપેલ અન્ય કોઇ વ્યકિત તેના વતી ફરિયાદ

કરી શકશે

(ગ) ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૪૯૪ અથવા કલમ ૪૯૫ હેઠળ શિક્ષાપાત્ર ગુનાનો ભોગ

બનેલ વ્યકિત પત્ની હોય ત્યારે તેના વતી તેના પતિ માતા ભાઇ બહેન પુત્ર કે પુત્રી અથવા કાકા કે ફોઇ અથવા

મામા કે માસી અથવા કોર્ટની રજાથી તેણી સાથે લોહી લગ્ન અથવા દત વિધાનથી સબંધ ધરાવતી અન્ય કોઇ

વ્યકિત ફરિયાદ કરી શકશે

(૨) પેટા કલમ (૧)ના હેતુઓ માટે સ્ત્રીના પતિ સિવાયની કોઇ વ્યકિત સદર અધિનિયમની કલમ ૪૯૭ કે કલમ ૪૯૮ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનાનો ભોગ બનેલ હોવાનુ ગણાશે નહિ કોટૅની

પરંતુ પતિની ગેરહાજરીમાં તે ગુનો બન્યો હોય ત્યારે તેના વતી સ્ત્રીની સંભાળ રાખનાર વ્યકિત પરવાનગી લઇને તેના વતી ફરિયાદ કરી શકશે

(૩) પેટા કલમ (૧)ના પરંતુકના ખંડ (ક) હેઠળ આવતા કોઇ કેસમાં ૧૮ વર્ષથી ઓછી વયની અથવા પાગલ વ્યકિત વતી ફરિયાદ કરવા ધારનાર વ્યકિતને સતા ધરાવતા અધીકારીએ તે સગીર કે પાગલની જાતના વાલી તરીકે નીમેલ જાહેર કરેલ ન હોય અને કોર્ટને ખાતરી થાય કે કોઇ વાલી એ રીતે નિમાયેલ કે જાહેર કરાયેલ છે ત્યારે કોટૅ પરવાનગી માટેની અરજી મંજુર કરતા પહેલા એવા વાલીને નોટીશ અપાવવી જોઇશે અને તેને સુનાવણીની વાજબી તક આપવી જોઇશે

(૪) પેટા કલમ (૧)ના પરંતુકના ખંડ (ખ)માં ઉલ્લેખેલ અધિકારપત્ર લેખિત હોવુ જોઇશે પતિએ તેના ઉપર સહી કે અન્યથા સાખ કરેલી હોવી જોઇશે જે આક્ષેપોના આધારે ફરિયાદ કરવા ધારેલ છે. તેની પોતાને જાણ કરવામાં આવી છે એવી મતલબનુ કથન તેમા હોવુ જોઇશે તેના કમાન્ડિંગ અધિકારીએ તેના ઉપર સામી સહી કરી હોવી જોઇશે અને જાતે ફરિયાદ કરવા માટે પતિને તે સમયે રજા આપી શકાય તેમ નથી એવી મતલબનુ તે અધિકારીની સહીવાળુ પ્રમાણપત્ર તેની સાથે સામેલ હોવુ જોઇશે

(૫) એવો અધિકારપત્ર હોવાનુ અને પેટા કલમ (૪ન્ની જોગવાઇઓ અનુસાર હોવાનુ અભિપ્રેત હોય તેવો કોઇ

દસ્તાવેજ અને તે પેટા કલમ મુજબ આવશ્યક એવુ પ્રમાણપત્ર હોવાનુ અભિપ્રેત હોય તેવો કોઇ દસ્તાવેજ

આથી વિરૂધ્ધનુ સાબિત કરવામાં ન આવે તો ખરા હોવાનુ માની લેવુ જોઇશે અને તેમને પુરાવામાં સ્વીકારવા જોઇશે

(૬) ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૩૭૬ હેઠળનો ગુનો કોઇ માણસે પોતાની જ પત્ની સાથે પત્ની (અઢાર વષૅથી) ઓછી વયની હોય ત્યારે સંભોગ કર્યું। બાબતનો હોય અને ગુનો થયાની તારીખથી એક વષૅ કરતા વધુ સમય વીતી ગયો હોય તો તે ગુનાની કોઇ પણ વિચારણા કરી શકાશે નહિ (૭) આ કલમની જોગવાઇઓ ગુનાને લાગુ પડે છે તે પ્રમાણે તે ગુનાના દુષ્પ્રરણ કે કોશિશને લાગુ પડશે