ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૪૯૮-ક હેઠળના ગુનાની ફરિયાદ - કલમ:૧૯૮(એ)

ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૪૯૮-ક હેઠળના ગુનાની ફરિયાદ

કોઇ પણ કોટૅ ભારતના ફોજદારી અધિનિયમ (૧૮૬૦ના ૪૫માં) ની કલમ ૪૯૮-ક હેઠળ શિક્ષાપાત્ર બનતો હોય તેવી હકીકતોના પોલીસ રિપોટૅ ઉપરની અથવા ગુનાથી નારાજ થયેલી વ્યકિતએ અથવા તેણીના પિતા માતા ભાઇ બહેન અથવા તેણીના કાકા અથવા મામાએ અથવા ફોઇ અથવા માસીએ અથવા કોટૅની રજાથી તેણીના લોહી લગ્ન અથવા દત ગ્રહણ સાથે સબંધ ધરાવતી બીજી કોઇ પણ વ્યકિતએ કરેલી ફરિયાદ ઉપરથી હોય તે સિવાય આવા ગુનાનુ કોગ્નીઝન્સ લઇ શકાશે નહીં