ફરિયાદીની જુબાની - કલમ:૨૦૦

ફરિયાદીની જુબાની

ફરિયાદ ઉપરથી કોઇ ગુનાની વિચારણા શરૂ કરનાર મેજિસ્ટ્રેટ ફરિયાદી અને હાજર હોય તે સાક્ષીઓની સોગંદ ઉપર જુબાની લેવી જોઇશે અને તે જુબાનીનો સારાંશ લખી લેવો જોઇશે અને તે ઉપર ફરિયાદીએ અને સાક્ષીઓએ તેમજ મેજિસ્ટ્રેટે સહી કરવી જોઇશે

પરંતુ ફરિયાદ લેખિત હોય ત્યારે નીચેના કોઇ સંજોગોમાં મેજિસ્ટ્રેટે ફરિયાદી અને સાક્ષીઓની જુબાની લેવાનુ જરૂરી નથી. (અ) પોતાના હોદાની ફરજ બજાવતી વખતે કાયૅ કરતા હોય અથવા કાયૅ કરવાનુ અભિપ્રેત હોય તે રાજય સેવકે અથવા કોટૅ ફરિયાદ કરી હોય તો અથવા

(બ) મેજિસ્ટ્રેટ કલમ ૧૯૨ હેઠળ મેજિસ્ટ્રેટને તપાસ કે ઇન્સાફી કાયૅવાહી માટે કેસ સોપે તો વધુમાં તે મેજિસ્ટ્રેટ ફરિયાદી અને સાક્ષીઓની જુબાની લીધા પછી કલમ ૧૯૨ હેઠળ બીજા મેજીસ્ટ્રેટને કેસ સોંપે તો બીજા મેજિસ્ટ્રેટે તેમની ફરીથી જુબાની લેવાનુ જરૂરી નથી.